News of Thursday, 25th September 2025
રાજકોટથી મુન્દ્રા પોર્ટ જતું ૨૨ ટન સીંગતેલ ભરેલ કન્ટેનર ટ્રેલર પલ્ટી જતા તેલની નદી વહી
હજારો લીટર ખાદ્ય તેલ રોડ પર નદીની જેમ વહયુઃ લોકો તેલ ભરવા બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫: કચ્છના મુન્દ્રાના વીર શહીદ માણસી સર્કલ પાસે મોટો કન્ટેનર ટ્રેલર પલ્ટી ગયો હતો. ઝીરો પોઇન્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બોરાણા રોડ પરથી આ તેલ ભરેલો કન્ટેનર ટ્રેલર બોરાણાના રોડ નજીકથી વીર શહીદ માણસી સર્કલના વળાંક પર કન્ટેનર ટ્રેલર પલ્ટી ખાઈ ગયો હતો.
જયેન્દ્ર સિંહ ઝાલાએ સ્થળ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે જે આર રોડ લાઈન ગાંધીધામનો આ ટ્રેલર હતો અને રાજકોટ થી અદાણી પોર્ટ મુન્દ્રા તરફ જતો હતો ત્યારે પલ્ટી ખાઈ જતા આ બનાવ બન્યો હતો જોકે ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
શ્રી ઝાલાએ જણાવ્યું કે કન્ટેનર ટ્રેલરમાં ૨૨ ટન સીંગતેલ હતુ અને લાખો રૂપિયાની નુકસાની થઈ હતી. વીર શહીદ માણશી સર્કલ પર તેલની નદી વહી નીકળી હતી અને લોકો દિલથી તેલ ભરી લઈ જતા જોવા મળ્યા હતા. (તસ્વીરોઃ રાજ સંઘવી, મુન્દ્રા)(૨.૯)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
