News of Thursday, 25th September 2025
મોરબીના લાલપર પાસે કન્ટેનર સાથે ટ્રક અથડાતાં ગોરધનભાઇ મકવાણાનું મોત
વીસીપરાના વૃધ્ધ ટ્રકમાં પેટલાદથી લાકડા ભરીને મોરબી આવી રહ્યા હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં મૃત્યુ થયું: પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫: મોરબી નજીક લાલપર પાસે ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસમાત સર્જાતા મોરબીના ટ્રકચાલક વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મોરબીના લાલપર નજીક મેલડી માતાજીના મંદિર પાસે બે દિવસ પહેલા ૨૩મીએ સાંજે આઠેક વાગ્યે કન્ટેનર સાથે ટ્રક અથડાતાં ટ્રકના ચાલક મોરબી વીસીપરામાં રહેતાં ગોરધનભાઇ કરમશીભાઇ મકવાણા-ભરવાડ (ઉ.વ.૬૫)ને ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ગોરધનભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. ટ્રકમાં લાકડા ભરી તેઓ પેટલાદથી મોરબી આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મોરબી પોલીસે આ અગે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
