News of Thursday, 25th September 2025
ખુંટીયો આડે આવતાં બાઇક સહિત ફંગાળાઇ જતાં ત્રીસ વર્ષિય ડુંગરભા માણેકનું મૃત્યુ
દેવભુમિ દ્વારકાના વસઇ ગામના યુવાને રાજકોટમાં સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની કાલીમાઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૫: દેવભુમિ દ્વારકા પાસેના મુળવાસર ગામ નજીક રોડ પર અચાનક ખુંટીયો આવી જતાં તેના કારણે બાઇક સ્લીપ થઇ જતાં બાઇકચાલક વસઇ ગામના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જાણવા મળ્યા મુજબ દેવભુમિ દ્વારકાના વસઇ ગામે રહેતાં ડુંગરભા બાવાભા માણેક (ઉ.વ.૩૦)ને ગત ૪ ઓગષ્ટના રોજ મુળવાસર ગામ પાસે અકસ્માત નડતાં દ્વારકા, જામનગર, ટાટા મીઠાપુર અને ફરી જામનગરની હોસ્પિટલમાં ખસેડાયેલ. ત્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ.પ રંતુ ગત સાંજે તેણે અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મન્દ્રભાઇ ચાવડાએ દેવભુમિ દ્વારકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ડુંગરભા માણેક બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે કામેથી બાઇક હંકારી પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે મુળવાસર ગામ પાસે ખુંટીયો રોડ પર આવી જતાં તેના કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પરિવારે યુવાન આધારસ્તંભ દિકરો ગુમાવી દેતાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
