<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

સોમનાથ-પ્રભાસમાં હિંગળાજ માતાજી ગરબીમાં જળવાતી પ્રાચીન પરંપરા

જયાં માતાજીને હાર ચઢાવવાના ચઢાવામાં આજના રૂપિયાના ચલણ યુગમાં પણ પ્રાચિન ચલણ કોડીના ચલણમાં માતાજીનો ચઢાવો થાય છેઃ મધ્‍યરાત્રિ બાદ પ્રસાદી બનાવવાનું કામ ફકતને ફકત પુરૂષ ભકતો જ રસોઇ પ્રસાદી સવાર સુધી બનાવે છે

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. રપ :.. સોમનાથ-પ્રભાસ પાટણના દરજીવાડા ચોકમાં દરજી જ્ઞાતિના ઇષ્‍ટદેવ - કુળદેવી હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. જયાં નવરાત્રીમાં દરરોજ રાત્રે ગરબી લેવામાં આવે છે.

આ અંગે વિગત સમજાવતાં દરજી જ્ઞાતિના પ્રમુખ દિપકભાઇ વૈયાટા કહે છે. ‘પ્રત્‍યેક નવરાત્રી આસો સુદ-૪ આ વરસે તારીખ ર૬-૯-રપ ના રોજ રાસ-ગરબા લઇ પછી માતાજીને ધરવા નૈવેદ્ય-પ્રસાદી રાત્રીના બાર વાગ્‍યા પછી જેન્‍ટસ લોકો આખી રાત જાગી આ પ્રસાદી બનાવે છે. જેમાં ફકત જેન્‍ટસ જ ભાગ લ્‍યે છે.

વાનગીઓમાં પુરી, સિધ્‍ધવડ, વડા, ચણા, પ્રસાદી સવાર સુધીમાં બનાવાય છે. તે બની ગયા પછી તા. ર૭-૯-રપ એટલે કે વહેલી સવારે છ વાગ્‍યે માતાજીને પહેરાવાના ફુલના હારનો ચઢાવો થાય છે.

આ ચઢાવાની બોલી ‘કોડી' ના ચણલમાં  થાય છે.

જેમાં એક કોડીના ર૦ પૈસા આજના ચલણ લેખે ગણાય છે. અને પ૦૦ કોડીના ૧૦૦ રૂપિયા થાય તેમાં જે સૌથી ઊંચી બોલી બોલે તે હાર ચઢાવે છે.

અને તૈયાર થયેલો પ્રસાદ તે માતાજીને ધરે છે.

તેવી જ રીતે તે સમયે મંદિરમાં પાંચ દિવા પ્રગટાવવામાં આવે છે. જે દિવડાનો ચઢાવી રૂપીયા રપ૧ થી શરૂ થાય છે અને સૌથી વધુ રકમ બોલી બોલનારને ચારેય દિવડા માતાજીની પ્રસાદી તરીકે ઘેરે લઇ જાય છે. અને એક કોડિયું માતાજી સમક્ષ મુકવામાં આવે છે.

આ બધી પ્રક્રિયા બાદ સવારે છ વાગ્‍યે માતાજીને ધરાયેલો પ્રસાદ વિનામુલ્‍યે માતાજીના આશીર્વાદરૂપે સૌને વિતરણ કરવામાં આવે છે.

(11:11 AM IST)