<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

શાપર-વેરાવળમાં પકડાયેલ ૧૮ લાખના દારૂના જથ્‍થા ઉપર રોલર ફેરવી દેવાયું

જીલ્લા પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા દ્વારા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાની સુચના અન્‍વયે  શાપર (વે.) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં છેલ્લા છ માસ દરમ્‍યાન ૧૩ (તેર) પ્રોહીબીશનના ગુન્‍હાઓમાં પકડાયેલ જુદી જુદી બ્રાન્‍ડનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો નાશ કરવા જ્‍યુ.(ફ઼.ક.) મેજી. કોટડાસાંગાણી કોર્ટ મંજુરી આપતા પારડી ગામથી ઢોલરા ગામ જતા રસ્‍તા ઉપર આવેલ ખોડીયાર ધાર ખાતે નાશ કરવા હુકમ કરતા જે અન્‍વયે કમીટી મેમ્‍બર મહક જૈન  સબ ડીવીજનલ મેજીસ્‍ટ્રેટ રાજકોટ શહેર પ્રાંત ૨ કે.જી.ઝાલા ના.પો.અધિક્ષક ગોંડલ ડિવીઝન જી.બી.જાડેજા એકઝી.મેજી અને મામલતદાર કો. અધિક્ષક નશાબંધી આબકારી રાજકોટ તથા  આર.બી.રાણા પોલીસ ઇન્‍સ. શાપર (વે.) પો.સ્‍ટે.ની હાજરીમાં  શાપર (વે.) પો.સ્‍ટે. વિસ્‍તારમાં પકડાયેલ જુદી જુદી બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ- ૨૪૬૯ કુલ કિંમત રૂ. ૧૮,૭૯,૬૭૨ના જથ્‍થા ઉપર રોલર ફેરવી નાશ કરાયો હતો.

(11:49 AM IST)