<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

દ્વારકા એસ.ટી.ડેપોમાં ભર બપોરે પંખા બંધ : શૌચાલય સેવામાં ઉઘરાણા થતા હતા

મુસાફર હિત રક્ષક સમીતીએ વિભાગીય નિયામકને રાવ કરતા પ્રશ્નો હલ

રાજકોટ, તા., રપઃ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ રાજકોટના ગુજરાત પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, ગીરીશભાઈ વાણીયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, અને કમલેશભાઈ પારેખની સંયુક્‍ત યાદી અનુસાર, દ્વારકા એસ.ટી. ડેપોની વિઝીટ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી હોવાનું સમિતિની યાદીમાં જણાવાયું છે.

નિઃશુલ્‍ક શૌચાલયમાં પે એન્‍ડ યુઝ એસ.ટી. નિગમના  પરિપત્ર મુજબ પીપીપી સિવાયના તમામ બસ સ્‍ટેશનો પર શૌચાલયની સુવિધા નિઃશુલ્‍ક પૂરી પાડવાની હોવા છતાં, દ્વારકા ડેપોમાં શૌચાલય ઉપર પે એન્‍ડ યુઝ જાહેર શૌચાલયનું બોર્ડ લટકતું જોવા મળ્‍યું હતું,  ઉપરાંત, શૌચાલય અને બાથરૂમમાં અતિશય ગંદકી અને પાણીની રેલમછેલ જોવા મળી હતી.

સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલાએ જામનગરના વિભાગીય નિયામક જાડેજાને જાણ કરતા તેમણે તાત્‍કાલિક બોર્ડ હટાવી નિઃશુલ્‍ક સેવાનું બોર્ડ લગાવવાનો આદેશ આપ્‍યો હતો. ત્‍વરિત નિર્ણય બદલ સમિતિએ વિભાગીય નિયામકશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

બપોરના ૩.૪૫ કલાકે ભારે બફારા વચ્‍ચે ડેપોના ૧૬ પૈકી તમામ પંખાઓ બંધ હાલતમાં હતા.

ડેપોમાં મુસાફરોની ફરિયાદ નોંધવા માટેની ફરજિયાત ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ અને બ મુજબની ફરિયાદ બુક) ટ્રાફિક કંટ્રોલર પાસે હતી જ નહીં.

આ અંગે ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, વાહન વ્‍યવહાર મંત્રી હર્ષ સંઘવી, એસ.ટી. નિગમના એમ.ડી. અને વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરીને જવાબદારો સામે કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે તેમ સમીતીના ગજેન્‍દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

(3:30 PM IST)