News of Thursday, 25th September 2025
લખતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની સંયુક્ત કાર્યવાહી: 17 જેટલી દુકાનો અને હોટલોમાં ચેકીંગ : એક્સપાયરી પનીર સહિતની વસ્તુઓનો નાશ
વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના 35 જેટલા નમૂનાઓ એકત્રિત કરાયા : હાઇવે પર આવેલી ઉમિયા હોટલ અને રામઝૂંપડી હોટલનું પણ ચેકિંગ કરાયું

લખતર તાલુકામાં આજે મામલતદાર ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મીઠાઈ, ફરસાણની દુકાનો તેમજ હોટલોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ 17 જેટલી દુકાનો અને હોટલો ચેક કરવામાં આવી હતી, જ્યાંથી વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના 35 જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. હાઇવે પર આવેલી ઉમિયા હોટલ અને રામઝૂંપડી હોટલનું પણ ચેકિંગ કરાયું હતું. જેમાં રામઝૂંપડી હોટલમાંથી એક્સપાયરી ડેટવાળું પનીર મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન અનેક એકમોમાં સાફ-સફાઈનો અભાવ તેમજ વાસી અને એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓ મળી આવતા, આ તમામનો સ્થળ પર નાશ અને નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં મામલતદાર આર.આર. પટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલિયા સહિતની ટીમો જોડાઈ હતી
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
