<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

અમરેલી જિલ્લાના વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

તોરી, રામપુર, ખાન ખીજડિયા અને અરજનસુખ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની વિદાય દરમિયાન અનેક સ્થળોએ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લાના વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદી માહોલ છવાયો છે. તોરી, રામપુર, ખાન ખીજડિયા અને અરજનસુખ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. રામપુર ગામમાં તો રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. નવરાત્રીના તહેવારની વચ્ચે વરસાદ શરૂ થતાં આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(12:40 AM IST)