તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
News of Friday, 26th September 2025
પોક્સોના ગુનામાં ૭૦ વર્ષીય વૃદ્ધને ૨૦ વર્ષની કેદ : ભુજ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો
દુકાને રાશન લેવા આવેલી સગીરાને પાછળ મકાનમાં લઈ જઈ બળજબરીનો પ્રયાસ કર્યો હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ર૬:પોક્સોના એક ગુનામાં ભુજ કોર્ટે ઝડપ સાથે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. ગત સપ્ટેમ્બર ૨૦૨૪ માં ભુજની ભાગોળે આવેલા મિરઝાપર ગામના આ બનાવની પોલીસ ફરિયાદ થઈ હતી અને આ કેસમાં ભુજની પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. મિરઝાપરના છપરી વાંઢમાં દુકાન ચલાવતા ૭૦ વર્ષીય વળદ્ધ દુકાનદાર ઇશાક અલીભાઈ કુંભારને ત્યાં રાશન લેવા આવનાર સગીર પીડિતાને આરોપી પાછળ મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન ડરી ગયેલ સગીર દીકરીએ બૂમાબૂમ કરી હતી. તે દરમ્યાન તેનો ભાઈ આવી પહોંચ્યો હતો. આરોપી વળદ્ધે બંને ભાઈ બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી ધમકાવ્યા હતા. તે દરમ્યાન બંને એ પરિવારને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ બાદ કેસ ચાલ્યો હતો. પોક્સો કોર્ટે ૧૫ દસ્તાવેજી પુરાવા અને ૬ સાક્ષીઓને ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠેરવી પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની જેલ સાથે ૫૫ હજાર દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ડીએલએસએને ભોગ બનનાર સગીર પીડિતાને ૪ લાખનું વળતર આપવાનો તેમ જ સંબંધિત વિભાગોને પીડિતાનું શિક્ષણ અને જીવન પુનઃ સ્થાપિત કરવા યોગ્ય માર્ગદર્શન આપવાનો હુકમ પણ કર્યો હતો. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સરકાર તરફે દલીલો કરી હતી.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
