<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

દેવભૂમિ દ્વારકા 108 એમ્બ્યુલન્સના સ્ટાફની પ્રમાણિકતા

અકસ્માતગ્રસ્ત વ્યક્તિને રોકડ મોબાઇલ સહિતની વસ્તુ પરત આપી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬

 જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના કાનાલુશ ગામના રોડ પર બાઈક એક્સિડન્ટ થતા 108 ની ટીમ ને કોલ આવેલો.108 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. ઇજાગ્રસ્ત વ્યક્તિ ની રિલાયન્સ ની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટના નો ભોગ બનનાર વ્યક્તિ સાથે રહેલ રોકડ રકમ રૂપિયા અંદાજિત (5000)  હજાર, એન્ડ્રોઇડ ફોન અંદાજીત (15000) હજાર, ટુ વ્હીલર ની ચાવી, હેલ્મેટ અને ઘડિયાળ જેવી વસ્તુ મળી આવી હતી.                જેને 108 એમ્બ્યુલન્સ ના ઈમરજન્સી મેડિકલ ટેક્નેશિયન ગણપત બારુપાલ અને પાયલોટ રણમલ કોડિયાતર દ્વારા હોસ્પિટલ માં તેમના સગા ને પરત કરીને પ્રમાણિકતા નુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(4:13 PM IST)