<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

છેલ્લા કેટલાક દિવસોથી આવતા ભુકંપ અંગે સિસ્‍મોલોજી ગાંધીનગરની ટીમ દ્વારા ભાણવડમાં સર્વે

જમીન સ્‍તર થી માત્ર અંદાજીત બે થી ત્રણ કિલોમીટર અંદર હલનચલન થતું હોય જેની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનકારક નથી, લોકોને ગભરાવવાની જરૂર નથી, પણ સાવચેત રહેવા સિસ્‍મોલોજી ટીમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા અનુરોધ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા.,૨૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં છેલ્લા કેટલાક દિવસોથી આવતા ભુકંપનું સર્વે હાથ ધરાયું છે.

સિસ્‍મોલોજી ગાંધીનગરની ટીમ દ્વારા ભાણવડમાં સર્વે હાથ ધરવામાં આવ્‍યો છે.

છેલ્લા ૧૪ દિવસથી ભેદી ધડાકાને લઈ લોકોમાં ભય નો માહોલ સર્જાયો હતો. સિસ્‍મોલોજીની ટીમ દ્વારકા જીલ્લા ડિઝાસ્‍ટર અને ભાણવડ મામલતદાર દ્વારા ભાણવડ પંથકમાં ભુકંપ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્‍યો છે.ભાણવડ ની સિંચાઈ વિભાગ ઓફિસમાં અને વર્તુ ૨ ડેમ પર  ભૂકંપ માપક યંત્ર મુકવામાં આવ્‍યુ છે. જેનાથી ભુકંપ અંગેની સચોટ જાણકારી મળી રહેશે.ભાણવડ તેમજ આસપાસના વિસ્‍તારોમાં ભુકંપ આવતો હોવાની સિસ્‍મોલોજી ટીમ દ્વારા સ્‍પષ્ટતા કરવામાં આવી છે.

જમીન સ્‍તર થી માત્ર અંદાજીત બે થી ત્રણ કિલોમીટર અંદર હલન ચલન થતું હોય તેવો આવાજ આવવાનું કારણ જણાવ્‍યુ હતું.આ સામાન્‍ય ભુકંપ હોઇ જેની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુકસાનકારક નથી અને લોકોને ગભરાવવા ની પણ જરૂર નથી પણ સાવચેત રહેવા સિસ્‍મોલોજી ટીમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

તંત્ર દ્વારા વધુમાં જણાવાયું હતું કે લોકો ખોટી અફવાઓથી દૂર રહેવું આ વિસ્‍તારમાં હાલ કોઈ માઇનિંગ કરવામાં આવતું નથી અને છેલ્લા કેટલાક વર્ષોથી સપ્‍ટેમ્‍બર થી ડીસેમ્‍બર માસમાં ચોમાસાની સિઝનમાં માઇનર ભુકંપના ઝાટકા આવે છે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના અને  ડો,દિલિપસિંગ વૈજ્ઞાનિક ભુકંપ સંબોધન સંસ્‍થા, ગાંધીનગરએ જણાવ્‍યું છે

(3:24 PM IST)