<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

દેવભૂમિ દ્વારકામાં ટેકાના ભાવે ખરીદી માટેના ઈ પોર્ટલમાં ખામીને કારણે ખેડૂતો પરેશાન : કલેકટર કચેરીએ પહોંચ્યા : આવેદન આપ્યું

ખેડૂત સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા: ખેડૂતોની સાથે કોગ્રેસના નેતાઓને જોડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂત સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા. ખેડૂતોની સાથે કોગ્રેસના નેતાઓને જોડાયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ પોર્ટલમાં અનેક ખામીઓ જોવા મળી હતી. સરકાર દ્વારા 8 સપ્ટેમ્બર સુધીમાં થયેલી નોંધણીઓના આધારે સેટેલાઈટ ઇમેજના આધારે મગફળી વાવેતરની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ, જિલ્લામાં લગભગ 2500 થી 3000 ખેડૂતોને મેસેજ આપવામાં આવી છે કે તેમના ખેતરોમાં મગફળી વાવેલ નથી તેનાં કારણે ખેડૂતો હેરાનગતિ ભોગવવી રહ્યા છે

(6:43 PM IST)