News of Friday, 26th September 2025
જામનગરમાં મેડિકલ કોલેજ ક્વાર્ટરમાં તબીબ વિધાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
પ્રથમ વર્ષમાં નાપાસ થતા પરીક્ષાના તણાવમાં પગલું ભર્યું તેવી શક્યતા

જામનગરમાં મેડિકલ કોલેજ ક્વાર્ટરમાં તબીબ વિધાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ વર્ષમાં નાપાસ થતા પરીક્ષાના તણાવમાં પગલું ભર્યું તેવી શક્યતા લાગી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એમપી શાહ મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં તબીબી વિદ્યાર્થી વિવેક પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી તબીબી આલમમાં શોક વ્યાપી ગયો છે. વિવેક 2023 બેચનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. અને તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે.
વિવેક પરમાર પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેની ફરીથી પરીક્ષાની તારીખ નજીક આવી રહી હતી. ત્યારે દ્વારકા જિલ્લાનો વતની વિવેક પરીક્ષાના તણાવને કારણે હોસ્ટેલના રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનું આ પગલું ભર્યું હોવાનું મનાય છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
