News of Saturday, 27th September 2025
જામનગરમાં તબીબી વિદ્યાર્થીનો આપઘાત
પ્રથમ વર્ષની પરિક્ષામાં નાપાસ થતા

જામનગર, તા.૨૭: જામનગરમાં મેડિકલ કોલેજ ક્વાર્ટરમાં તબીબ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ વર્ષમાં નાપાસ થતા પરીક્ષાના તણાવમાં પગલું ભર્યું તેવી શકયતા લાગી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એમપી શાહ મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં તબીબી વિદ્યાર્થી વિવેક પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી તબીબી આલમમાં શોક વ્યાપી ગયો છે. વિવેક ૨૦૨૩ બેચનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો.
વિવેક પરમાર પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેની ફરીથી પરીક્ષાની તારીખ નજીક આવી રહી હતી. ત્યારે દ્વારકા જિલ્લાનો વતની વિવેક પરીક્ષાના તણાવને કારણે હોસ્ટેલના રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનું આ પગલું ભર્યું હોવાનું મનાય છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૩.૪)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
