<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાંખરિયા દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવાનું આયોજન

દ્વારકાની દરેક ગરબી મંડળની કુમારિકાઓ તેમજ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દરેક કુમારિકાઓને શ્રી રાંદલ માતાજીની પ્રસાદી લેવાનું જાહેર આમંત્રણઃ વહેલા તે પહેલાના ધોરણે કુમારિકાઓને લાણી અપાશે

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૭: દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાંખરિયા દ્વારા રાંદલ માતાજીના ૧૦૮ લોટા તેડવાનું આયોજન કરેલ છે.

જેમાં દ્વારકા ની દરેક ગરબી મંડળની કુમારિકાઓ તેમજ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દરેક કુમારિકાઓને શ્રી રાંદલ માતાજીની પ્રસાદી લેવાનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

તેમજ વહેલા તે પહેલાના ધોરણે કુમારિકાઓ ને લાણી આપવામાં આવશે.

જે અંતર્ગત તા. ૨-૧૦-૨૫ ને ગુરુવારે  કુમારિકા ભોજન સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક આમંત્રિત મહેમાનો માટે બપોરે ૧:૦૦ કલાક થી પ્રસાદી સ્‍થળ શ્રી કચ્‍છી સમાજ વાડી, રામે રામ ધર્મશાળા પાસે, ગોમતી રોડ-દ્વારકા ખાતે યોજાશે. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:11 AM IST)