News of Saturday, 27th September 2025
વિસાવદરમાં રામજી મંદિર ગરબી મંડળમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, શહેરની સૌથી જૂની અને જાણીતી ગરબી એટલે ગામની જૂની રામજી મંદિરની ગરબી હાલ નવરૂપ રંગ સાથે નવા નામથી રામજી મંદિર ગરબી નોરતાના પંદર દિવસ અગાઉથી આ ગરબીના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવે છે. આ ગરબીમાં વર્ષોથી સંચાલકો કાલ ક્રમે બદલતા રહે છે અને નવા નવા કાર્યકરો માતાજીના આ સેવા કાર્યોમાં જોડાતા રહે છે અહીં આજની તારીખે પણ અતિ પ્રાચીન અને અર્વાચીન ગરબાની ઉપર બહેનો સુંદર મજાના સંગીતના તાલે ગરબા લ્યે છે. વિશેષતા એ છે કે ખૂબ જ નાની નાની કુંવારીકાઓ જેને અન્ય કોઈપણ ગરબી મંડળમાં રાખવામાં ન આવે તેવી તમામ દીકરીઓના ઉત્સાહ ઉમંગ જોઈ આ ગરબીમાં રાખવામાં આવે છે આ ગરબીમાં અતિ નાની બાળાઓ કાળી ધેલી ભાષામાં માતાજીના ગરબા લેતી સાક્ષાત જગદંબા સમાન દીકરીઓ જાણે કે માતાજીના બાળ સ્વરૂપ હોય તે રીતે ગરબા લ્યે છે અને આ બાળાઓનો રાસ જોવા લોકો ઉમટી પડે છે. રામજી મંદિર ચોક તરીકે ઓળખાતા રોડ ઉપર ગામ વસ્યું ત્યારથી ત્યાં રોડ ઉપર આ ગરબી થાય છે. આ ગરબીમાં દાતાઓ તરફથી આપવામાં આવતી લાણી દરરોજ બાળાઓને આપવામાં આવે છે ઉપરાંત ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીની દીકરીને રાખવામાં આવે છે પછી તે ગમે તે વિસ્તારની હોય હાલ પણ આ ગરબીમાં વિસાવદરની આ ગરબીમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ પ્રકારનું ઇનામ આપવું હોય તો સંચાલકો પાસે નોંધાવી શકે છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
