<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

જેતપુર સીટી પીઆઇ તરીકે પુનઃ ચાર્જ સંભાળતા એ.ડી.પરમાર

પી.આઇ.વી.એમ.ડોડીયાને ગોંડલ તાલુકામાં મુકાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૭:  શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા સીટી પીઆઈ તરીકે ફરી એ ડી પરમાર ની નિયુક્‍તિ કરાઈ છે. શહેરમાં અગાઉ તેના ફરજકાળ દરમ્‍યાન ગુન્‍હાહિત પ્રવળતિ કરનારાઓ સીધાદોર  થઈ ગયેલ અને કાયદો અને વ્‍યવસ્‍થાથી સામાન્‍ય લોકો ખુશ થયેલ. દરમ્‍યાન ગોંડલ ખાતે તેમની બદલી કરવામાં આવીતી અને ત્‍યાંથી ફરી જેતપુરમાં સીટી પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવતા તેમણે ચાર્જ સંભાળેલ. ચાર્જ સંભાળતાજ લોકોમાં ફરી નિર્ભયતા આવી છે અને ગેર કાયદેસર ઙ્કવળતિ કરનારમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. દિવાળીના તહેવાર સમયે નિમણૂક કરાતા શહેરમાં દારૂનું દૂષણ અટકશે તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે. જયારે જેતપુરના સીટી પીઆઇ વી.એમ.ડોડીયાને ગોંડલ તાલુકા પોલીસમાં નિયુકતી અપાતા તેઓએ ત્‍યાં ચાર્જ સંભાળી લીધો છે.

(12:21 PM IST)