News of Saturday, 27th September 2025
ધોરાજીમાં અચાનક લાગેલા આઈ લવ મહંમદના બેનરો પોલીસે ઉતારી લીધા
પોલીસે તાત્કાલિક અસરથી શાંતિ સમિતિની બેઠક બોલાવી : ડ્રોન દ્વારા પોલીસ દ્વારા પેટ્રોલિંગઃ હિન્દુ મુસ્લિમ આગેવાનોને મેસેજ ખોટા વાયરલ ન કરવા અપીલઃ ત્રણ દરવાજા ઉપર કોઈપણ સમાજ બેનરોના લગાવે તેવી રજૂઆત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૭: દેહગામની ઘટના બાદ ધોરાજી પોલીસે તાત્કાલિક અસરથી શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી. ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ એ રાજ્ય સરકારના ગ્રહ વિભાગની સૂચના અનુસાર બેઠક બોલાવી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે એએસપી સિમરન ભારદ્વાજ આઇપીએસ અધિકારીએ જણાવેલ કે હાલમાં જે પ્રકારે સોશિયલ મીડિયા અને અન્ય બાબતોમાં પોસ્ટર યુધ ચાલી રહ્યું છે અને આ બાબતે વાયરલ થઈ રહ્યું છે જેના અનુસંધાને દેહગામ ખાતે નવરાત્રીના સમયમાં ગરબા ઉપર હુમલો થયો છે.
ધોરાજીમાં પણ અમુક વિસ્તારોમાં આઈ લવ મહંમદ ના બેનરો લાગયા હતા જે પોલીસને જાણ થતા તાત્કાલિક અસરથી એ બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. આ બાબતે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ આગેવાનોએ પણ તે બાબતે મહેનત કરવી જોઈએ અને આવી ખોટી અફવાથી દૂર રહેવું જોઈએ.
કોઈપણ બેનર દ્વારા બંને સમાજ વચ્ચે ઘર્ષણ થતું હોય તેવું ન કરવું જોઈએ ધોરાજી ડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ પણ પ્રકારની બાધછોડ કરવામાં આવશે નહીં ઉપલેટા અને પાટણવાવની અંદર જે ઘટનાઓ બની હતી તેમાં પોલીસે કડક હાથે કામ લીધું છે. આ પ્રકારના જાહેરમાં બેનરો ન લગાવવા પણ અપીલ કરી હતી.
આ સમયે ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની અલગ અલગ બેઠક પણ આઈપીએસ અધિકારી એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા લેવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજમાંથી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે ધોરાજીના ત્રણ દરવાજા એ શહેરનું હાર્દ છે અને ગોંડલ બાપુના વખતથી બનાવવામાં આવેલ છે તે હાલમાં જર્જરિત ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી છે અને ત્રણ દરવાજાનો કબજો ધોરાજી નગરપાલિકા પાસે છે જેથી ત્રણ દરવાજાને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવે તેમજ હિન્દુ મુસ્લિમ તેમજ સામાજિક સંસ્થાઓમાંથી ત્રણ દરવાજા ઉપર એક પણ જાતના બેનર લગાવવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને તેઓએ પણ આ બાબતે નગરપાલિકાને જાણ કરવાનું જણાવેલું હતું.
શાંતિ સમિતિ બેઠકમાં ધોરાજી તાલુકા પીઆઇ ગોસાઈ તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજીના બિલ્ડર બકુલભાઈ કોટક શહેર ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા મહામંત્રી જયંતીભાઈ કોયાણી ભરતભાઈ બગડા શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા ગોપાલભાઈ સલાટ સહિત હિંદુ સમાજમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મુસ્લિમ સમાજમાંથી મકબુલભાઈ ગરાણા બાસીદભાઈ પાનવાલા કાસમભાઇ કુરેશી મહંમદ કાસીમ ગરાણા બોદુભાઈ ચૌહાણ સલીમભાઈ શેખ સહિત મુસ્લિમ સમાજમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ સ્ટેશન દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર ડ્રોન દ્વારા વોચ રાખવામાં આવી હતી તેમજ શહેરના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ કરેલું હતું.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
