News of Saturday, 27th September 2025
ભાવનગરમાં સાંસદ ખેલ મહોત્સવમાં ૧.૧૬ લાખ ખેલાડીઓ જોડાશેઃ નીમુબેન બાંભણીયા
રામભાઇ મોકરીયાની અધ્યક્ષતામાં બેઠક

રાજકોટ તા.૨૭: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફીટ ઇન્ડિયા ચળવળ અને સશક્તિકરણ અંગેની પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે, ભાવનગરના સર્કીટ હાઉસ ખાતે રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઈ મોકરીયાની હાજરીમાં સાંસદ ખેલ મહોત્સવની તૈયારીઓ અને આચાર સંહિતા અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક, ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.
આ સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર-૨૦૨૫મા આશરે ૧,૧૬,૦૦૦ જેટલા યુવા ખેલાડીઓ ભાગ લેવાના હોઇ, આ અંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવેલ હતું કે ભાવનગરને મળેલ આ તક નો સુચારું લાભ ઉઠાવી આગામી સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર-૨૦૨૫, રાષ્ટ્રીય કક્ષાએ દીપી ઉઠે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘‘ખેલો ઇન્ડિયા ટુ ફિટ ઇન્ડિયા'' પ્રતિ, પ્રતિબદ્ધતા, આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરી, તેમના વિઝન મુજબ યુવાનોને રમતગમત અને આરોગ્ય સાથે જોડવાનું છે, અને ભાવનગરનો આગામી આ મહોત્સવ, આ વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેમ જણાવેલ હતું. બેઠક બાદ નિમુબેન બાંભણિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આગામી સાંસદ ખેલ મહોત્સવ માટેના સ્થળ ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન મહારાજા કળષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર-કોલેજ કબડ્ડી સ્પર્ધા પણ જોવા મળી હતી. આ દરમિયાન નિમુબેન બાંભણિયા અને રામભાઈ મોકરીયાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને વિઝન મુજબ ભાવનગરમાં આયોજિત થનાર સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫, યુવાનોને રમતગમત ક્ષેત્રે નવી દિશા અને તકો પૂરી પાડશે અને સ્વસ્થ, મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે એક સીમાચિતરૂપ સાબિત થશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
