News of Saturday, 27th September 2025
પોરબંદરમાં મહેર સમાજે બોલાવી મણિયારા રાસની રમઝટ
પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમા નોરતે. મહેર સુપ્રીમ કાઉન્સીલે શૌર્યથી ભરપૂર મણિયારો રાસનો આયોજન કર્યું

પોરબંદર જિલ્લાના મહેર સમાજની ઓળખ સમો “મણિયારો રાસ” એ માત્ર પ્રાદેશિક નૃત્ય પૂરતો સીમિત નથી પરંતુ “મણિયારો રાસે” દેશ-વિદેશ અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ ગુજરાતની સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમા નોરતે. મહેર સુપ્રીમ કાઉન્સીલે શૌર્યથી ભરપૂર મણિયારો રાસનો આયોજન કર્યું હતું. જેમાં ખેલૈયાઓ જમાવટ કરી હતી.
મણિયારો રાસમાં પુરૂષ ખેલૈયાઓ હોય છે. ખેલૈયાઓ પોતાના વિશિષ્ટ સ્ટેપ્સ અને હાવભાવથી શક્તિનું પ્રદર્શન કરે છે. આ રાસ માટે ખાસ પરંપરાગત પોશાક હોય છે. પુરૂષો ચોયણી, આંગણી, પાઘ, બાઠીયુ, ખેસ અને કેડિયું ધારણ કરે છે. કોઈ નિરશ વ્યક્તિમાં પણ જોમ અને જુસ્સો ભરી દે તે પ્રકારની રજૂઆત “મણિયારો રાસ”માં હોય છે. ઢોલ અને શરણાઈના સૂર-તાલ પર, આ યુવાનો દેશી લાકડામાંથી બનેલા દાંડિયા સાથે લયબદ્ધ ઘૂમતા આ ખેલૈયાઓના દ્રશ્યો. આંખ અંજવવા માટે પૂરતા છે. પોરબંદરના મહેર સમાજે આ વારસો આજે પણ જીવંત રાખ્યો છે
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
