News of Monday, 29th September 2025
આર્થિક મંદીથી વ્યથિત સગરીયાના યુવાને જિંદગી ટૂંકાવીઃઆર્થિક સંકળામણથી કંટાળીને દ્વારકાના યુવાને ગળાફાંસો ખાધો
ભાણવડના વેરાડ ગામે તસ્કરોના પરોણાઃ રોકડ, બાઈક સહિતનો સવા લાખનો મુદ્દામાલ ચોરાયો

જામ ખંભાળિયા, તા. ૨૯: તાલુકાના સગરીયા ગામે રહેતા હેમતભાઈ કરસનભાઈ ભાટિયા નામના યુવાનને ધંધામાં આર્થિક મંદી હોય, જેથી તેમણે સગા-સંબંધીઓ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા. આ રકમ તેઓ પરત કરી ન શકતા આ બાબતે તેમને મનમાં લાગી આવતાં તેમણે એક વાડીએ જઈને પોતાના હાથે ઝેરી ટીકડા પી લેતા સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મળતકના ભાઈ મેરામણભાઈ કરસનભાઈ ભાટિયા (ઉ.વ. ૪૪) એ અહીંની પોલીસને કરી છે.
દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ શંકરલાલ ગોકાણી નામના ૪૬ વર્ષના યુવાનની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, તેમજ તેઓ મહેનત કરવા છતાં પણ સફળ થતા ન હોવાથી ચિંતાગ્રસ્ત હાલતમાં તેમણે કંટાળીને રૂમની અંદર પોતાના હાથે ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મળત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મળતકના પુત્રએ દ્વારકા પોલીસને કરી છે.
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા શાંતિલાલ ગોરધનદાસ ભાણવડિયા નામના પ્રૌઢના માસી દક્ષાબેનના ઘરમાં તારીખ ૨૩ ના રોજ રાત્રિના સમયે તસ્કરોએ વંડી ટપીને તાળું તોડી, અનધિકળત રીતે પ્રવેશ કર્યો હતો.
આ રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા એક તોલા સોના તેમજ રોકડ રકમ મળી, કુલ રૂ. ૭૫ હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ સાથે તેમના ફળિયામાં રહેતા જયદીપસિંહ ગુમાનસિંહ સોઢાનું રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતનું મોટરસાયકલ પણ તસ્કરો હંકારી ગયા હોવાનું વધુમાં જાહેર થયું છે. આમ, કુલ રૂપિયા સવા લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ ભાણવડ પોલીસે શાંતિલાલ ભાણવડિયાની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
જામ રોજીવાડા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે સ્થાનિક પોલીસે મોડી રાત્રિના સમયે જુગાર દરોડો પાડી અને ગામના પાદરમાં આવેલા ચબુતરા પાસે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કપિલ ગોવિંદ પાથર, હિરેન નારણ પાથર, હરીશ ખીમા પાથર અને જયેશ વાલાભાઈ કારેણાને રૂ. ૫,૬૩૦ ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાં અન્ય એક સ્થળેથી જુગાર રમતા ગૌતમ જયેશ ગજરોતર, અરવિંદ ભીમા પાથર અને મુકેશ દેવશી મકવાણાને રૂ. ૪,૩૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી હતી.(૨.૩)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
