News of Monday, 29th September 2025
ઉનામાં ર૪ કલાકમાં ૬ ઇંચઃ રાવલ ડેમ ઓવરફલો
ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ ૪ થી પ ઇંચઃ અગાઉ બે વખત છલકાયેલા મછૂન્દ્રી ડેમમાં નવા નીરઃ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૯ :.. શહેરમાં ર૪ કલાકમાં શાંતિપૂર્ણ ૬ ઇંચ વરસાદ આજે સવાર સુધીમાં વરસી ગયો હતો. ઉના શહેર તાલુકાની જીવાદોરી ગણાતા અને તુલસીશ્યામ જંગલમાં આવેલ રાવલ ડેમ ગઇકાલે મોડી રાત્રે ઓવરફલો થઇ ગયો હતો.
રાવલ ડેમમાં ગઇકાલે રાત્રીના ૪ ફુટ ઓવરફલો શરૂ થતાં ૩ દરવાજા ખોલ્યા હતાં. ત્યાર પછી ઓવરફલો ઘટીને ૩ ફુટ થતાં ર દરવાજા ડેમના ખુલ્લા રાખ્યા હતાં. આજે વહેલી સવારે ૪ ફુટ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતાં.
રાવલ નદી ઓવરફલો થતાં નજીકના નીચાણવાળા વિસ્તારો જળબંબાકારમાં ફેરવાયા હતાં.
ઉનામાં ર૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ વરસી પડતા મોસમનો કુલ વરસાદ ૩૪ ઇંચ થયો છે.
ઉના ગ્રામ્ય વિસ્તારમાં ર૪ કલાકમાં ૪ થી પ ઇંચ વરસાદ વરસી જતાં ગ્રામ્યની મોટાભાગની નદી બેકાંઠે વહી રહી છે.
ઉના નજીક મચ્છુન્દ્રી ડેમ અગાઉ ર વખત છલકાયો ગયો છે. ગઇકાલે રાત્રે વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં નવા નીર આવ્યા છે. (પ-
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
