તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 29th September 2025
ભાયાવદરના મોટી પાનેલી ગામે બંધ મકાનમાં તસ્કારો ત્રાટકયાઃ ૩.૩૦ લાખની રોકડ ચોરી ગયા
કપાસમાં સંતાડેલ રોકડની ચોરીઃ જાણભેદુ હોવાની શંકાએ પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ર૯ :.. ભાયાવદરના મોટી પાનેલી ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૩.૩૦ લાખની રોકડ રકમ ચોરી કરી તથા હતાં.
મળતી વિગતો મુજબ મોટી પાનેલી ગામે જૂની પોસ્ટ ઓફીસવાળી ગલીમાં રહેતા અને ખેતીકામ કરતા કિરણભાઇ ભીમજીભાઇ પાંચાણીના બંધ મકાનમાં તસ્કરોએ પ્રવેશી રૂમનું તાળુ તોડી રૂમમાં કપાસમાં થેલી ભરેલી સંતાડેલા રોકડા ૩,૩૦,૦૦ ચોરી કરી ગયા હતાં. આ અંગે કિરણભાઇ પાંચાણીએ ભાયાવદર પોલીસ મથકમાં અજાણ્યા ઇસ્મો સામે ફરીયાદ કરી હતી. આ બનાવમાં કોઇ જાણભેદુની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-ર૧)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
