News of Monday, 29th September 2025
જૂનાગઢના ભવનાથ રોડ પર ગાયત્રી મંદિર નજીક ત્રણ સિંહોએ શિકાર કર્યો
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

જૂનાગઢ અને ગીર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢમાં એક અનોખી ઘટના બની છે. સામાન્ય રીતે ગીરના જંગલની આસપાસ જોવા મળતા સિંહો હવે શહેરી વિસ્તારમાં પણ દેખાવા લાગ્યા છે.
ગત રાત્રે જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલા ગાયત્રી મંદિર નજીક ત્રણ સિંહોએ શિકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહો શાંતિથી શિકારનો આનંદ લઈ રહ્યા છે.
સિંહોના રહેણાંક વિસ્તારોમાં આવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. તેઓ ખોરાકની શોધમાં શહેરી સીમાઓમાં પ્રવેશ કરે છે. જોકે, આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહોને સલામત રીતે જંગલમાં પાછા ખસેડવામાં આવ્યા હતા.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
