News of Monday, 29th September 2025
ઉપલેટાના મોટી કોલકી, ભાયાવદર, રબારીકામાં ભારે વરસાદમાં મગફળીના પાથરા પલળી ગયા
કપાસ, સોયાબીન, અડદ, મગ, સહિતના પાકને નુકશાન : વળતરની માંગ

મોટી પાનેલી, તા., ર૯: ઉપલેટા તાલુકાના પાનેલી મોટી કોલકી ભાયાવદર રબારીકા શહીદ ખારચીયા જાર હરીયાસણ ઢાંક વગેરે ગામોમાં ગત રાત્રી એ પડેલા વરસાદના કારણે ખેડૂતોની મગફળીના પાથરા પલળી જવાથી ખેડૂતો ને મગફળી કપાસ સોયાબીન અળદ મગ જેવા વગેરે પાકો મોટી નુકસાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતો એ કરેલ નોંધણી નુ સેટેલાઈટ દ્વારા ચકાસણી કરવામાં આવી એવીજ રીતે ગત રાત્રી દરમિયાન ઉપલેટા તાલુકા પંથક માં પડેલ વરસાદ ના કારણે ખેડૂતો ના મગફળી કપાસ સોયાબીન અળદ મગ વગેરે પાકોમાં થયેલ નુકસાનીનુ સર્વે સેટેલાઈટ દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેમજ ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવે
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
