<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

મહુવા પંથકમાં ૩ ઈંચ વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા

સતત વરસાદ ચાલુ રહેલા ખેડૂતોને ‘પડયા ઉપર પાટુ' જેવી સ્‍થિતી

મહુવા, તા.૨૯: મહુવા પંથકમાં કાલે રવિવારના સવારથી આજે તારીખ ૨૯/૯/૨૦૨૫ ને સોમવાર સવાર સુધીમાં વિજળીના કડાકા ભડાકા ગાજવીજ સાથે બે ઇંચ ઉપરાંતનો વરસાદ વરસ્‍યો હતો વરસાદના પગલે મહુવા શહેરના નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં હતાં. અસહ્ય ઉકળાટ અને બફારા ગરમી માંથી શહેરીજનો ને વરસાદ વરસતા રાહત થઇ હતી રાબેતા મુજબ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજળી ગુલ થઇ ગઈ હતી આજે ફરી ખેડૂતોના ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળી ગયા હતા. હમણાં હમણાં સતત વરસાદ શરૂ રહેતા ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી પરિસ્‍થિતિ થઇ હોય તેવું લાગી રહ્યું છે તેવું રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(1:17 PM IST)