<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સ્ત્રી અને શકિત

નવરાત્રી શકિતના જાગરણ અને ઉપાસનાનું પર્વ છે. શકિતના ત્રણ સ્‍વરૂપ માં પૂજા કરીએ છીએ, સરસ્‍વતી, લક્ષ્મી અને કાલી.

નારીના ગૌંરવનું અને તેના માતૃત્‍વનું શ્રીકૃષ્‍ણ શાંતિદૂત બનીને મહાભારતનું યુધ્‍ધ અટકાવવા માટે હસ્‍તિનાપુર પહોંચે   છે. સૌ પ્રથમ તેઓ વિદુરને ત્‍યાં જાય છે. ત્‍યાં કુંતી છે, શ્રીકૃષ્‍ણના આવવાનું પ્રયોજન જાણીને કુંતી કહે હું સમાધાન નથી ઇચ્‍છતી  કારણ  આ સમાધાનનો અર્થ છે. દ્રૌપદી સાથે થયેલ અત્‍યાચારોને સજા ન મળવી રાજા કાલનું કારણ હોય છે. તે યુગ બનાવે છે તમારા પ્રસ્‍તાવથી જે પ્રશ્‍ન ઉપસ્‍થિત થયો છે તેનાથી સમગ્ર નારી જાતિ હંમેશા અપમાનીત થશે.

હું સમાધાન નહી યુધ્‍ધ ઇચ્‍છુ છું. સાધનાહીન વીરમાતા નારીના ગૌરવ માટે હસ્‍તિનાપુર સાર્માજય માટે સામનો કરવા માટે તૈયાર થઇ જાય છે. મહાભારત યુધ્‍ધના અંતમાં જયારે દ્રૌપદીના પુત્રોના વધના અપરાધમાં અશ્વથામાને તેની સામે દંડ માટે લાવવામાં આવે છે ત્‍યારે દ્રૌપદી કહે અશ્વથામાને દંડ આપીશું તો દુઃખ માતાને ઉઠાવવુ઼ પડશે?

હું નથી ઇચ્‍છતી કે જે દુઃખ મેં સહન કર્યું તે તેની માતાને સહન કરવું પડે માત્તૃત્‍વની ભાવનાથી પ્રેરાઇને દ્રૌપદી પોતાના પુત્રોના હત્‍યારાને પણ પ્રાણદંડ આપવા દેતા નથી.

આલેખનઃ પૂ.મા મીનાદેવી

સંતોષી માતાજી મંદિર

 મૌવીયા તા. ગોંડલ

(2:59 PM IST)