<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો નવરાત્રીમાં હાથમાં દાંડિયા લઈને રમ્યા રાસ

રાત્રે નટવર અને ખંભોદર ગામે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના સ્નેહીજનો સાથે મણીયારો રાસ રમતા કેમેરે કેદ થયા

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો નવરાત્રીમાં અનોખો અંદાજ જોવા મળ્યો છે. હાથમાં દાંડિયા લઈને રાસ રમતા જોવા મળ્યાં હતા. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના મત વિસ્તારમાં નવરાત્રી દરમિયાન હાથમાં દાંડિયા લઈ રમતા જોવા મળ્યા હતા. સમગ્ર વિશ્વમાં જાણીતા મેર મણિયારો રાસ સમાન્ય દિવસોમાં પણ રમાય છે, પરંતુ નવરાત્રીમાં ખાસ લોકો પણ રમતા જોવા મળે છે. ગઈકાલે રાત્રે નટવર અને ખંભોદર ગામે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના સ્નેહીજનો સાથે મણીયારો રાસ રમતા કેમેરે કેદ થયા હતા

(6:15 PM IST)