News of Tuesday, 30th September 2025
રાજકોટમાં આજે ઝાપટા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શકયતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૩૦: હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાનાંખીજડીયા, ટંકારા)ના જણાવ્યા અનુસાર, હાલમાં સૌરાષ્ટ્ર અને ગલ્ફ ઓફ કચ્છની આસપાસ સ્થિર લો-પ્રેશર સિસ્ટમ આજે આખર તારીખે સાંજ સુધીમાં પヘમિ તરફ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચશે. આ સિસ્ટમ આગામી સમયમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે, જેના પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે.
આ હવામાન સિસ્ટમની અસરથી દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના ગલ્ફ ઓફ કચ્છની નજીકના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. આજે, ૩૦ સપ્ટેમ્બરના રોજ, રાજકોટ અને મોરબી જિલ્લાના કેટલાક મર્યાદિત વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
