News of Tuesday, 30th September 2025
ગીરનાર અંબાજી મંદિરે નવરાત્રી મહોત્સવની આજે આઠમના યજ્ઞ સાથે પૂર્ણાહૂતિ : ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું
નવરાત્રીના નવ દિવસ માતાજીના અનુષ્ઠાન કરી રહેલા સાધકો અને મંદિરના પૂજારીઓએ માતાજીની નવ દિવસ આરાધના કરી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૦ ; જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાજીના સાનિધ્યમાં નવરાત્રીના પાવન દિવસોમાં આજે આઠમનો યજ્ઞ આજે વહેલી સવારે માતાજીની આરતી પૂજા બાદ યજ્ઞની શરૂઆત થઈ હતી અને માતાજીની સમક્ષ માતાજીનો હવન કરાયો હતો એમાં અનુષ્ઠાન કરી રહેલા પુજારીઓએ હવનમાં ભાગ લીધો હતો નવરાત્રીના નવ દિવસ માતાજીના અનુષ્ઠાન કરી રહેલા સાધકો અને મંદિરના પૂજારીઓએ માતાજીની નવ દિવસ આરાધના કરી હતી અને આજે નવરાત્રીની હવન સાથે પૂર્ણાહુતિ થઈ છે બપોરે 12:00 વાગે બીડુ હોમવવામાં આવ્યું હતું.માતાજીને ભોગ ધરાવામાં આવ્યો હતો.ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર: મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
