News of Tuesday, 30th September 2025
સુરેન્દ્રનગરમાં ગરબી જોઇ ઘરે આવી રહેલા ઋષીરાજસિંહ પરમાર પર હુમલો
બે અજાણ્યાએ મારકુટ કરી છેક ઘર સુધી પીછો કર્યોઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૦: સુરેન્દ્રનગરમાં ઉમીયા ટાઉનશીપ પાસે કૈલાસ પાર્ક-૧માં એંસી ફુટ રોડ પર રહેતાં અને કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતાં ઋષીરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૧૯) ઉપર રાતે બારેક વાગ્યે બે અજાણ્યા શખ્સે હુમલો કરી મારકુટ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
ઋષીરાજસિંહ રાતે ગરબી જોઇને એક્ટીવા હંકારી ઘર તરફ આવી રહેલ ત્યારે રાતે બોરક વાગ્યે તેના પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. તે બચીને ભાગી આવ્યો હતો અને ઘર સુધી પહોંચ્યો ત્યારે પણ અજાણ્યા શખ્સો પાછળ હતાં. પણ ઘર બહાર ઋષિરાજસિંહના પરિવારજન બેઠા હોઇ અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં. પોતાની સાથે મારકુટ થયાનું ઋષીરાજસિંહે કહ્યું હતું. થોડીવાર બાદ લોહીની ઉલ્ટી થતાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇ સહિતે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
