News of Tuesday, 30th September 2025
ગોંડલના દેરડી (કુંભાજી) ગ્રામ પંચાયતને ડો.મનસુખભાઇ માંડવીયાના હસ્તે એવોર્ડ અર્પણ

(અશોક પટેલ દ્વારા) મોવિયા, તા.૩૦: દેરડી (કુંભાજી) ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ એવોર્ડ મળેલ છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી ( શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત ખાતુ ) શ્રી મનસુખભાઈ માંડવીયા તથા ગોંડલના ધારાસભ્યશ્રી ગીતાબા ના વરદ હસ્તે દેરડી(કુંભાજી) ગ્રામ પંચાયતને સરકારશ્રીની ગ્રામ્ય વિસ્તારની વિવિધ કલ્યાણલક્ષી યોજના અમલવારી થકી છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં સમાવવા કરેલ ઉત્કળષ્ટ કામગીરી માટે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડથી સન્માનિત કરેલ છે.
આ એવોર્ડ ગામના સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરાને અર્પણ કરવામાં આવેલ છે. આ એવોર્ડ મળતા ગ્રામજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવેલ છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
