News of Tuesday, 30th September 2025
જામનગરમાં નોબતના તાલે પીતાંબર, ધોતીયું પહેરીને ‘જલાની જાર' ગરબીમાં પુરૂષો દ્વારા ઇશ્વર વિવાહના ગાન સાથે ગરબા

જામનગરઃ શહેરની મધ્યમાં જલાની જાર વિસ્તારમાં છેલ્લા ૩૨૨ વર્ષથી ચાલતી ‘જલાની જાર ગરબી'માં દર વર્ષે નવરાત્રિ દરમ્યાન સાતમા નોરતે ઈશ્વર વિવાહ યોજાય છે. જેમાં કોઈપણ જાતના વાજિંત્રો વગર માત્ર ‘નોબત'ના તાલે પીતાંબર, ધોતીયું પહેરીને માત્ર પુરુષો ઈશ્વર વિવાહના ગાન સાથે ગરબે ઘૂમે છે. પ્રતિ વર્ષની માફક ગઈકાલે રાત્રે પરંપરા મુજબ જલાની જાર ગરબી મંડળમાં આ અતિ લોકપ્રિય થયેલો ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાત-જાતના ભેદભાવ વગર પુરુષોએ કેશરી પીતાંબર, ધોતીયા, ઝભ્ભા, બંડી ધારણ કરીને આસ્થાભેર ઈશ્વર વિવાહને ઉજવ્યો હતો. જેને નિહાળવા માટે જામનગરના પ્રતિષ્ઠિત રાજકીય અગ્રણીઓ ઉપરાંત દેશ અને વિદેશમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
