<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

પાટીદાર સમાજ દ્વારા ગુરૂવારે જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ તા.૩૦: કચ્‍છ કડવા પાટીદાર સમાજ ઉપક્રમે સૌરાષ્ટ્રમાં વસવાટ કરતાં કચ્‍છી પરિવારો, જાગૃતો, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્‍કારોથી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. જાથાનો ૧૦૦૬૫ મો કાર્યક્રમ યોજાશે. ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ તા.૨ના ગુરૂવારે યોજાશે. ચમત્‍કારિક પ્રયોગોનું નિદર્શન સાથે ભૂત, પ્રેત, વળગાડ ઉપર વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. જાથાનો ૧૦૦૬૫મો કાર્યક્રમ યોજાશે.

કચ્‍છ કડવા પાટીદાર સમાજના આગેવાનો રસિકભાઈ કરશનભાઈ લીંબાણી, મોહનભાઈ રતનશીભાઈ લીંબાણી, રાજેશભાઈ નાકરાણી, રાજેશભાઈ નારણભાઈ વાડિયાની હાજરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન કરવામાં આવશે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્‍યમાં વ્‍હેમ, અંધશ્રદ્ધા, ચમત્‍કારો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાકાર ઉમેશભાઈ રાવ શ્રેષ્ઠ અભિનય દ્વારા અંધશ્રધ્‍ધામાંથી બહાર આવવાના ઉપયોગ રજૂ કરશે.

વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, માથા ઉપર સગડી રાખવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, વિગેરે પ્રયોગોનું નિદર્શન કરી સૌ કોઈને શીખડાવી દેવામાં આવશે.

રાજકોટમાં જાગૃતિનો અદ્દભુત કાર્યક્રમ ગુરૂવાર તા.૨ જી ઓકટોબર સાંજે ૫ કલાકે ગોંડલ રોડ, લેઉઆ કન્‍યા છાત્રાલયની બાજુમાં કચ્‍છ કડવા પાટીદાર સમાજના સભાખંડમાં આયોજન કરવામાં આવ્‍યું છે. સમાજના આગેવાન રસિકભાઈ લીંબાણીએ પરિવારોને સમયસર હાજરી આપવા અપીલ કરી છે.

પ્રયોગમાં જાથાના અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ, ભાવનાબેન વાઘેલા સહિત કાર્યકરો ભાગ લેશે.

(2:10 PM IST)