તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 30th September 2025
ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ : નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન: ખેડૂતો અને આયોજકોમાં ચિંતાનો માહોલ
બસ સ્ટેન્ડ ચોક, શાકમાર્કેટ વિસ્તાર, પંચ હાટડી વિસ્તાર, કાદી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી અને કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવતાં ખેડૂતો અને આયોજકોમાં ચિંતાનો માહોલ છે. ઉપલેટા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ ચોક, શાકમાર્કેટ વિસ્તાર, પંચ હાટડી વિસ્તાર, કાદી વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી અને કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
શહેરભરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ આ અણધાર્યા વરસાદથી જનજીવન પર અસર થઈ હતી. શહેરની સાથે સાથે ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પણ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં મોટી પાનેલી, કોલકી, ખારચીયા, ઢાંક, ગધેથડ, અને હરિયાસણ સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. નવરાત્રિના સમયગાળામાં પડેલા આ સતત વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
