<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

મોરબી :પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હિસાબ જાહેર કરતા અજય લોરીયા: રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ કરાઈ.

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે.

( પ્રવણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા સંચાલિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે રૂ.29.51 લાખનો નફો થયો છે. આ નફા પૈકીની રૂ.25 લાખની રકમ શહીદોના પરિવારને સહાય રૂપે અર્પણ કરી દેવામાં આવી છે.

     મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રવાપર - ઘુનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન શહીદ પરિવારના લાભાર્થે થાય છે. આ નવરાત્રી મહોત્સવનો સમગ્ર હિસાબ ગઈકાલે આઠમા નોરતે અજય લોરીયા દ્વારા મહોત્સવ દરમિયાન જ રજૂ કરવામાં આવ્યો હતો.
     આ વેળાએ અજય લોરીયાએ જણાવ્યું કે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રમવા આવતા ખેલૈયાઓ માતાજીની આરાધના તો કરી જ રહ્યા છે. સાથોસાથ તેઓ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના પરિવારની મદદ પણ કરી રહ્યા છે. કારણકે આ નવરાત્રી મહોત્સવમાંથી થયેલો નફો શહીદ પરિવારોને સહાય રૂપે આપવામાં આવી રહ્યો છે.
    નવરાત્રી મહોત્સવ દરમિયાન 25 શહીદ પરિવારોને અલગ અલગ દિવસે અજય લોરીયા દ્વારા સ્વખર્ચે અહીં બોલાવવામાં આવ્યા હતા. આ તમામ પરિવારોને મહાનુભાવોના હસ્તે રૂ.1 -1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો થયો છે. જે પૈકીની રૂ.25 લાખની રકમ 25 શહીદ પરિવારોને ચુકવાઈ ગઈ છે. હવે બાકીની રકમ અન્ય સેવાકાર્યોમાં વપરાશે

(11:04 PM IST)