<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

મોરબીમાં ઓડિશાવાસીઓની દુર્ગાપૂજાનો અનેરો ઈતિહાસ : 2011થી અવિરત આયોજન.

ઓડિશાની આ સાંસ્કૃતિક પરંપરાને મોરબીમાં જીવંત રાખવા માટે 'જય જગન્નાથ ગ્રુપ' દ્વારા સફળ આયોજન કરાઈ છે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં ઓડિશાવાસીઓ દ્વારા થતી દુર્ગાપૂજાનો ઇતિહાસ ખરેખર અનન્ય છે. વર્ષ 2011માં સૌપ્રથમવાર આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોરોનાકાળના અપવાદ સિવાય તે આજદિન સુધી અવિરતપણે ચાલુ છે, જે મોરબીમાં એકતા અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક બની ગયું છે.

      આ પૂજાની શરૂઆત મોરબીમાં વસતા ઓડિશાના લોકોને એકસાથે લાવીને શ્રી શ્રીધર દાસજી એ કરી હતી. ત્યારથી, શાંતિ ભુવન સોસાયટી, શોભેશ્વર રોડ ખાતે જય જગન્નાથ ગ્રુપ દ્વારા દર વર્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઓડિશામાં જેમ ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ છે, તેટલો જ ઉલ્લાસ ત્યાં દુર્ગાપૂજામાં પણ જોવા મળે છે. ઓડિશાની આ સાંસ્કૃતિક પરંપરાને મોરબીમાં જીવંત રાખવા માટે 'જય જગન્નાથ ગ્રુપ' ના અનેક કાર્યકરો હવે સાથે મળીને ઉત્સાહભેર આ દુર્ગાપૂજાને સફળ બનાવે છે. આ પર્વ નિમિત્તે, મોરબીમાં વસતા ઓડિશાના વતનીઓ તરફથી સર્વે મોરબીવાસીઓને દુર્ગાપૂજાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

(11:05 PM IST)