<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બે દિ’ પહેલાં આવેલા ઈમેઈલને પગલે એલર્ટ :અગાઉની ધમકીનું પણ પગેરું મળ્યું નથી

જોકે, સતત બે દિવસ બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને સ્નિફર ડોગ દ્વારા તપાસ કરાઈ હતી પરંતુ શંકાસ્પદ કાંઈ મળ્યું નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ :  કચ્છના કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીએ સનસનાટી સર્જી છે. બે દિવસ પહેલાં ૨૮/૯ ના આ ધમકી ભર્યો ઇમેઇલ આવ્યો હતો. 

જોકે, સતત બે દિવસ બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને સ્નિફર ડોગ દ્વારા તપાસ કરાઈ હતી પરંતુ શંકાસ્પદ કાંઈ મળ્યું નથી. જોકે, આથી અગાઉ પણ આવી જ ધમકી મળી હતી એનું પગેરું હજી શોધાયું નથી. આ વખતે પણ ધમકી બાદ એરપોર્ટ ડાયરેક્ટ ટી. ભીકુ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દેશના અલગ એરપોર્ટ ને પણ આવી જ ધમકીઓ મળી રહી છે.

(9:20 AM IST)