News of Wednesday, 1st October 2025
પાટણવાવ ચુડવા માર્ગ પર દિપડો દેખાયો

ધોરાજી, તા.૧: તાલુકાના પાટણવાવમાં ઓસમ ડુંગર પર અવારનવાર દિપડો અને અન્ય પ્રાણીઓ જોવા મળે છે અને લોકો અને ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. ત્યારે સોશીયલ મિડીયા પર ફરી એકવાર પાટણવાવ ગામેથી ચુડવા તરફ જવાનાં માર્ગ પર દિપડાનાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે પાટણવાવથી ધોરાજી તરફ ભોળા અનેક વખત દીપડો જોવા મળ્યો છે અને હાલમાં પાટણવાવ ડુંગર ની અંદર દીપડાનો વસવાટ હોય તેવું પણ લોકોમાંથી જાણવા મળી રહ્યો છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
