News of Wednesday, 1st October 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે જાણે શિયાળોઃ ભારે ઠંડો પવન
સર્વત્ર મિશ્ર હવામાન યથાવતઃ બપોરના સમયે ઉકળાટઃ હળવો ભારે વરસતો વરસાદ

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે શિયાળા જેવો માહોલ છવાયો છે અને ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ફરીથી વરસાદી માહોલ બંધાયો હતો, અને નવરાત્રી શરૂ થવાના સમયે જ નવેક વાગ્યે ધીમી ધારે ઝાપટાંના સ્વરૂપે વરસાદ શરૂ થઈ ગયો હોવાથી નાના મોટા ગરબાના અનેક આયોજનો વધુ એક દિવસ માટે મુલતવી રાખવા પડ્યા હતા, જેના કારણે દાંડીયા ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું હતું.
જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે ગોરંભાયેલું આકાશ જોવા મળ્યું હતું, અને સૂર્ય દેવતા અલિપ્ત રહ્યા હતાં, ત્યારબાદ સાંજના સમયે એકાએક પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કી.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકવાનો શરૂ થયો હતો, અને વાતાવરણમાં ઠંડક ઙ્કસરી ગઈ હતી.
ત્યારબાદ રાત્રિના નવ વાગ્યાથી ધીમીધારે વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. સતત એકાદ કલાક સુધી વરસાદી ઝાપટાં ચાલુ રહેવાના કારણે નાના મોટા અનેક ગરબાના આયોજનો કે જે સ્થળે પાણી ભરાવાની અથવા તો વરસાદ ચાલુ રહેવાની સમસ્યા થવાથી સાઉન્ડ સિસ્ટમ વગેરે ઢાંકી દેવાનો વારો આવ્યો હતો. તો કયાંક ગરબા ના મેદાનમાં પાણી ભરાયા હોવાથી નવરાત્રીના આયોજનો વધુ એક દિવસ માટે મુલતવી રાખવાનો વારો આવ્યો હતો, અને દાંડિયા ખેલૈયાઓ નિરાશ થયા હતા.
જોકે રાત્રિના ૧૦.૩૦ વાગ્યા બાદ વરસાદ રોકાઈ ગયો હોવાથી કેટલાક નાની ગરબીના આયોજન રાબેતા મુજબ શરૂ થઈ ગયા હતા. જ્યારે કેટલાક એપાર્ટમેન્ટ આ ર્પાકિંગ જેવા સ્થળોમાં દાંડિયા રાસ ના કાર્યક્રમમાં યોજીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. જો કે તમામ સ્થળોમાં પાંખી હાજરી જોવા મળતી હતી. કેટલાક મોટા ગરબા ના આયોજનો તો છેલ્લા ત્રણ દિવસથી ચાલુ પણ થઈ શકયા નથી.
જોકે આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે, પરંતુ વાદળછાયું વાતાવરણ બનેલૂં હોવાથી તેમજ હજુ પણ આજના દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી હોવાના કારણે દાંડિયા ખેલાઈયાઓ માટે આજે પણ રાસની રમઝટ બોલી શકશે કે નહીં, તે પણ જોવાનું રહેશે.
જામનગર, જોડીયા, કાલાવડ, લાલપુર, જામજોધપુરમાં ઝાપટા પડયા હતાં.
બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ, મહત્તમ તાપમાન ર૯, ભેજનું પ્રમાણ ૯ર ટકા, પવનની ગતિ ૯.૧ કિ. મી. રહી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢના માણાવદર, વંથલી, જુનાગઢ, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા હાટીનામાં અડધાથી એક ઇંચ વરસાદ પડયો છે.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા ગત રાત્રે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેને લઇ પ્રાચીન ગરબીઓમાં વિક્ષેપ પડયો હતો. સતત વાદળછાયું વાતાવરણ અને ઝરમર હળવા વરસાદથી માખી મચ્છરનો ઉપદ્રવ વધી જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
