<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

નવરાત્રી પુરીઃ કાલે દશેરા પર્વ : રાવણ દહન : શસ્ત્રપૂજન

પ્રાચીન-અર્વાચીન રાસોત્‍સવમાં આજે લ્‍હાણી વિતરણ : અનુષ્‍ઠાન પુર્ણ

રાજકોટ, તા., ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી પુર્ણ થઇ છે. કાલે દશેરા પર્વ ઉજવાશે. કાલે રાવણ દહન તથા શસ્ત્રપુજન કાર્યક્રમો યોજાશે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર ઃ ભારતની આઝાદીના ૭૬ વર્ષોથી જામનગરમાં પરંપરાગત રીતે આસો સુદ નવરાત્રીના નવલા નોરતાની નવરાત્રી બાદ વિજયાદશમી મહોત્સવની જામનગર સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે જે જામનગર સિંધી સમાજ દ્વારા કરવામાં આવે છે.જે ઉજવણીના ભાગરૂપે છેલ્લા ઍક માસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી જેમાં દશેરાની ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે જામનગર સિંધી સમાજ તેમજ દશેરા ઉત્સવ સમિતિ દ્વારા જહેમત ઉઠાવી રાવણદહનના મેઘનાદ , કુંભકર્ણ  અને રાવણના ૩૫ થી ૪૦ ફૂટના પૂતળાઓ તૈયાર કરી આખરી ઓપ દેવાયા છે.
જેમાં આજે સાંજે ૧ લી ઓક્ટોબર ના શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પૂતળા અને ઍસેમ્બલ જોડાણ કરી દહન કરવા ઊભા મુકવાની તૈયારીઓ શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. પૂતળાઓ ઊભા કરાયા બાદ રાત્રે રાવણ વિથ સેલ્ફીનો જામનગર વાસીઓ માટે કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
 જે બાદ તારીખ ૨ જી ઓક્ટોબર ગુરુવારના રોજ દશેરા પર્વ પર રામ લક્ષ્મણ સીતા અને હનુમાન સહિત વાનરસેના તેમજ જુદા જુદા વેશભૂષા પાત્રો વાળા ફલોટ્સ સાથેની રામસવારીનું પ્રોસેશન સાંજે ૪.૦૦ કલાકે શહેરના નાનકપુરીથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી શમી સાંજે ૭.૦૦ કલાકે સંતો મહંતો અને શહેર જીલ્લા કક્ષાના પ્રસાશન અધિકારીઓ અને શાસક પ્રતિનિધિશ્રીઓ તેમજ સમગ્ર જામનગરવાસીઓની હાજરીમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચશે જ્યાં રામ રાવણના યુદ્ધનું પાત્ર ભજવતા કલાકારો દ્વારા નાટ્ય સ્વરૂપે યુદ્ધ સર્જાશે જેમાં અંતે રાવણ હરણ કરી રામ દ્વારા રાવણના પૂતળા પર બાણથી પલીતો ચાંપી રાવણદહન કરી અધર્મ પર  ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો વિજયાદશમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. 
આ તકે સમગ્ર સર્વે જામનગરવાસી અને સર્વે સિંધી જ્ઞાતીબંધુઓ સૌને આ વિજયાદશમી દીને ઉજવણીમાં માનવ કાયામાં રહેલા દસ દોષો - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા વગેરે દોષો નો પણ દહન કરી આ પર્વની ઉજવણીમાં સહભાગી બનવા જામનગર સિંધી સમાજ અને દશેરા કમિટી દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે. (૪.૬)

 

(1:13 PM IST)