News of Wednesday, 1st October 2025
ગોંડલના દેવચડી ખાતે શ્રી કલ્યાણબાપાનો આજે-કાલે બે દિવસીય તિથી મહોત્સવ
સાંજે લોકડાયરો, સત્કાર સમારોહઃ કાલે ધ્વજારોહણ

રાજકોટ : જીલ્લાના ગોંડલ તાલુકાના દેવચડી ખાતે શ્રી કલ્યાણધામ (દેવચડી)ના આંગણે પ. પૂ. કલ્યાણબાપાની તિથી મહોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧-૧૦ બુધવાર આજે સાંજે ભોજન સમારંભ બાદ રાત્રે ૮ કલાકે સત્કાર સમારોહ તથા રાત્રે ૧૦ કલાકે લોકડાયરો યોજાશે. તા. ૨-૧૦ ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે નવચંડી યજ્ઞ, સવારે ૧૦.૩૦ કલાકે ધ્વજા રોહણ તથા બપોરે ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે.
લોકડાયરા મહોત્સવમાં જાણીતા લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા તથા લોકગાયક ધવલભાઈ ઝાલા પોતાની લોકસાહિત્ય કલા તેમજ સૂરના સથવારે ભજન પ્રસ્તુત કરશે. સાથે જ ગીર ધ્વનિ સાઉન્ડ (સાગરભાઈ પરમાર)ના સથવારે લોકડાયરાની રંગત જામશે કાર્યક્રમનું લાઈવ આર્યન ક્રિએશન (સુધીરભાઈ ગોહિલ) દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવ કલ્યાણધામ યુવક મંડળ, દેવચડી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ સંચાલક તરીકે નિલેશભાઈ રાવરાણી (ધોરાજી) સેવા આપી રહ્યા છે શાષાીશ્રી ભાવેશઅદા જોષી (સુલતાનપુર) વેદમંત્રો તેમજ શાષોક્ત મંત્રો દ્વારા પૂજન વિધિ કરાવશે. હવનના મુખ્ય યજમાન તરીકે કમલેશભાઈ સી. રાવરાણી, હિતેષભાઈ આર. રાવરાણી તેમજ રાજુભાઈ વી. ચાવડા બિરાજમાન થશે. આ ભવ્ય કાર્યક્રમમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) ગોંડલ, જગદિશભાઈ પાડલીયા - ભુવાશ્રી, ડેડરવા તથા વિપુલભાઈ જોટંગીયા - ભુવાશ્રી, આણંદબાપાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
