News of Wednesday, 1st October 2025
કુતિયાણાના સેગરસમાં વોકળામાં પડી ગયેલ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: કુતિયાણાના સેગરસમાં અકસ્માતે પગ લપસતા વોકળામાં પડી ગયેલ સુરજ ચનાભાઇ નામના યુવાનનું ડૂબી જવાથી મૃત્યું થયું હતું.
મરનાર યુવાન સુરજ રબારી સમાજના પુંજ ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા ધ્વજા લઇને જતો હતો રસ્તામાં પાણી ભરેલા વોકળામાં નાહવા માટે જતા સમયે અકસ્માતે પગ લપસતા વોકળામાં પડી જવાથી સુરજ ને ગંભીર ઇજા થતા તેમને કુતિયાણા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયો હતો જયા ફરજ ઉપર ડોકટરે સુરજને મૃત્યુ જાહેર કર્યો હતો.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
