News of Wednesday, 1st October 2025
જસદણના હતભાગી પરિવારોને સાંત્વના પાઠવતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ , તા.૧: જસદણની બે શ્રમિક પરિવારની બે મહિલાઓ હિટ એન્ડ રનની ઘટનામાં મળત્યુ પામી હતી હિંગોળગઢ પાસે આ બનેલ બનાવમાં બે પરિવારોમાં જબરજસ્ત આઘાત સર્જાતા જસદણના ડાયનેમિક ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જવાબદારો પર તાત્કાલિક પગલાં ભરવાની તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી અને આજે તેમનાં ઘેર જઈ તેમના પરિવારજનોને આ દુઃખદ બનાવ અંગે શોક વ્યકત કરી સાંત્વના પાઠવી હતી આજે તેમની સાથે શહેરના જાણીતા સામાજિક કાર્યકર દુર્ગેશભાઈ કુબાવત સહિત અન્ય નગરસેવકો પણ જોડાયા હતા.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
