<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

વિસાવદરના જાંબુથાળા સહિત ગીર અભ્‍યારણ વિસ્‍તારમાં આવેલ માલધારી નેશો તથા સેટલમેન્‍ટના ગામોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ જરૂરી

ગુજરાત રાજ્‍ય સમસ્‍ત બ્‍લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્‍લોચની મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆત જાંબુથાળા ગીરના જનરલ પ્રશ્નો તથા માલધારી નેશના પ્રશ્નો અને સેટલમેન્‍ટના ગામોના પ્રશ્નોનુ અભ્‍યાસપૂર્ણ વિસ્‍તળત વર્ણન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર,તા. ૧: ગુજરાત રાજ્‍ય સમસ્‍ત બ્‍લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીરભાઈ બ્‍લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર)એ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને (મારફતઃ કલેકટરશ્રી-જૂનાગઢ) લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે, ગીર પヘમિ/પુર્વ વિભાગના અલગ અલગ રેન્‍જમાં સેટલમેન્‍ટના ગામો તથા માલધારીઓના નેશ આવેલ છે. આ પૈકી ગીર પヘમિ વિભાગના ડેડકડી રેન્‍જ વિભાગમાં સેટલમેન્‍ટનું ગામ જાંબુથાળા નવાબીકાળથી આવેલ છે આ ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત  છે.જેના કારણે વન વિભાગ સાથે અવારનવાર ધર્ષણ થાય છે અને વન વિભાગના પરીક્ષેત્રના સ્‍ટાફ તથા અધિકારીઓના વર્તનના કારણે સેટલમેન્‍ટના ખેડુતો તથા માલધારીઓ અસહય માનસિક યાતનાઓ વેઠે છે. તાજેતરમા વિસાવદર તાલુકાના જાંબુથાળા ગામે વન વિભાગના પરીક્ષેત્ર અધિકારીઓ તથા કર્મચારીઓના ત્રાસના કારણે બે માલધારી તથા ખેડુતે (૧) હનીફ દાદમહમદ બલોચ (૨) સલીમ ઇસ્‍માઇલ બલોચએ એસીએફ કચેરી વિસાવદર ખાતે જંતુનાશક ઝેરી દવા પી અને જીવનલીલા સંકેળી લેવા તાઃ ૦૯/૦૯/૨૫ ના રોજ પગલુ ભરેલ તે પૈકી સલીમ ઇસ્‍માઈલ બલોચ જાંબુથાળા તાઃ વિસાવદર નું સારવાર દરમિયાન તાઃ ૧૬/૦૯/૨૦૨૫ના રોજ જુનાગઢ સિવીલ હોસ્‍પિટલ ખાતે અવસાન થયેલ છે. જેની મરવા માટે મજબુર કરવા બદલ ડેડકળી રેન્‍જના વન અધિકારી તથા કર્મચારીઓ સામે બી.એન.એસ એકટની કલમ ૧૦૮ તથા ૫૪ હેઠળ વિસાવદર પોલીસ સ્‍ટેશનમાં તાઃ ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ પોલીસ ફરીયાદ દાખલ થયેલ છે.  સરકારી અધીકારીઓ મફતનું દુધ, માખણ,ઘી માટે માલધારીઓને દબાવે નકિ તેમાટે માટે યોગ્‍ય સુચનાઓ આપવા વીનંતી છે.માલધારીઓ પશુઆહાર તથા નીરણપુળો) તથા ચારો બહારથી લાવે તે વાહનને પ્રવેશવા મંજૂરી આપવા માંગણી છે. જંગલમા ઉગતુ કુદરતી ઘાસ કોન્‍ટ્રાકટરો મારફત કપાવી વન વિભાગ ગાંસડી બનાવે છે તે રીતે માલધારીને પણ નજીવી કીમત લઈ ધાસ ચારાની ગાસડીઓ પુરી પાડવા અથવા પોતાના ખર્ચે જંગલમાંથી ધાસ કાપવા મંજૂરી આપવા માંગણી છે. માલધારીઓ હિંસક પ્રાણીઓથી માલઢોરનું રક્ષણ કરવા લાકડી,કુહાડી જેવા સાધનો સાથે રાખે ત્‍યારે તેઓને તેમા કનડગત ન કરવા સુચના આપવા વીનંતી છે. ગુજરાત રાજ્‍ય સમસ્‍ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીરભાઈ બ્‍લોચ મુખ્‍યમંત્રીશ્રી સમક્ષ સવિસ્‍તાર અભ્‍યાસપૂર્ણ વર્ણન સાથે વિસ્‍તળત રજૂઆત કરી કાયમી નિરાકરણ માટે યોગ્‍ય કરવા માંગણી કરી છે.

(1:22 PM IST)