<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મોરબીમાં સતત ચોથા દિવસે વરસાદ: આયોજકો અને ખેલૈયાઓમાંની ચિંતા વધી

મોરબીમાં બપોરે પોણો ઈંચ વરસાદ, આ લખાય છે ત્યારે સાંજે 5:15 પણ પવન સાથે ધીમીધારે વરસી રહ્યા છે મેઘરાજા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સાતમા નોરતેથી શરૂ થયેલી મેઘસવારી હજુ પણ અટકી નથી. સાતમા, આઠમા અને નવમા નોરતે સાંજના સમયે વરસાદી વાતાવરણ રહ્યું હતું. ત્યારે આજે સતત ચોથા દિવસે બપોરના સમયે ઝરમર વરસાદ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે જે સાતમા નોરતે અનેક નવરાત્રી મહોત્સવ બંધ રહ્યા હોય આજે એક દિવસ લંબાવામાં આવ્યો હતો. પણ આજે પણ વરસાદી વાતાવરણ હોવાથી આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

મોરબીમાં બપોરે પોણો ઈંચ વરસાદ, આ લખાય છે ત્યારે સાંજે 5:15 પણ પવન સાથે ધીમીધારે વરસી રહ્યા છે મેઘરાજા.
મોરબીમાં આજે સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. આજે બપોરે 3 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું. ત્યારબાદ ઝાપટા પડ્યા હતા. સરકારી ચોપડે બપોરે 2થી 4 દરમિયાન મોરબીના 20 મિમી અને ટંકારામાં 3 મિમી વરસાદ નોંધાયો છે.

(6:39 PM IST)