News of Wednesday, 1st October 2025
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પર પ્રાંતિય યુવકની હત્યા
યુવક સતત પત્નીની મશ્કરી કરતો હોઈ, તેને મશ્કરી ન કરવા ઠપકો આપતા ગુસ્સે ચડી આરોપી યુવકે કુવાડીથી હુમલો કર્યો હતો

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે પર પ્રાંતિય યુવકની હત્યાની ઘટના સામે આવી છે. એક અઠવાડિયા પહેલા યુવક જ્યારે ખેતરમાં સુતો હતો ત્યારે બીજા યુવકે કુહાડીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નીપજતા આ બનાવ હત્યામાં ફેરવાયો છે. યુવક પર હુમલાનું કારણ પત્નીની મશ્કરી હોવાનું સામે આવ્યું છે.
એક યુવક સતત પત્નીની મશ્કરી કરતો હોઈ, તેને મશ્કરી ન કરવા ઠપકો આપતા ગુસ્સે ચડી આરોપી યુવકે કુવાડીથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી યુવકને ઝડપી પાડ્યો છે અને તેની સામે પૂછપરછ શરૂ કરી છે
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
