<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત

રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે દુર્ઘટના: વરસાદના સમયે જનરેટર નજીક જતા વીજ કરંટ લાગ્યો

ગીર સોમનાથના વેરાવળ પંથકમાં એક દુર્ઘટના સામે આવી છે. વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત નિપજ્યા છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વરસાદના સમયે જનરેટર નજીક જતા વીજ કરંટ લાગ્યો હતો.

ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે 3 યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રબારી સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહોને પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

(8:33 PM IST)