<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ભેસાણના પોલીસ ઇન્સ્પેકટર સલમાં સુમરા દ્વારા ૧૫ વર્ષથી નાની વયની પચાસેક દીકરીઓને પોતાના ખર્ચે કપડા વિતરણ કરી ભાવતા ભોજન પીરસ્યા

પો.ઇન્સ. સલમા સુમરાએ નવરાત્રી દરમિયાન ગરીબ દીકરીઓના આશીર્વાદ મેળવ્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ભેસાણના ભેસાણ પોલિસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સલમાં સુમરા દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન માતાજી જગદંબા સ્વરૂપ કુંવારીકાઓના આશીર્વાદ મેળવવા દીકરીઓને પોતાના ઘરે ગોરણી તરીકે બોલાવી તેમની પૂજા કરી પગ ધોઈ ભક્તિભાવથી તેમને ભોજન કરાવ્યા હતા. ભેસાણ મુકામે પોતાની ફરજ હોય તેમ માની ૧૫ વર્ષેથી નાનીવયની આશરે ૫૧ જેટલી ગરીબ કુંવારીકા દીકરીઓને મનગમતા કપડા તથા મનગમતા ભોજન કરાવી ઇન્સાનિયતના અનોખા દર્શન કરાવ્યા હતા.

આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી એસ. આઈ. સુમરા દ્વારા ગરીબ પરિવારની બાળકીઓને માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ અને દરેક બાળકીઓને ગિફ્ટ આપવામાં આવેલ અને જમણવાર કરવામાં આવે  નવરાત્રી નું ખૂબ સારું આયોજન કરેલ... ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને બાળકીઓ સાથે ભેસાણ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આઇ સુમરાની અનોખી પ્રેરણાદાયક નવરાત્રી રાસ ગરબા આયોજન કરવામાં આવેલ હતું અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમતી સુમરા અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તે દરમિયાન પણ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા અવારનવાર ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા કરાતા ગણપતિ ઉત્સવમાં હાજર રહી ગજાનંદ ગણપતિ દાદાની આરતી પણ તેમના પતિ એડવોકેટ મજૂર એસ.ગાહા સાથે હાજર રહી ઉતરતા હતા


 

(12:57 AM IST)