News of Thursday, 2nd October 2025
વિસાવદરના બ્રહ્માનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળ-ચાપરડાની સંસ્કૃત પાઠશાળાની નિરીક્ષકએ મુલાકાત લીધી
તેઓએ વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ વ્યવસ્થાપકઓ સાથે સંકલન બેઠક કરી વિશેષ સલાહ સૂચન માર્ગદર્શન આપ્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: વિસાવદરના ચાપરડા ખાતે સંસ્થાના શિલ્પી પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના ભાઈઓ બહેનો નિ:શુલ્ક અભ્યાસ કરી રહ્યા છે જે સંસ્કૃત પાઠશાળા રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રાઇવેટ પબ્લિક પાર્ટનર તરીકે સલગ્ન પ્રોજેક્ટ છે જેમાં ભારતીય સંસ્કૃતિના વેદ પુરાણ તેમજ આધ્યાત્મિક વિચાર સાથે વર્તમાન શૈક્ષણિક અભ્યાસ સંસ્કૃત માધ્યમની પ્રણાલીકા મુજબ સાધન સામગ્રી સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે..
સંસ્થામાં વિવિધ સામાજિક સેવાઓ કાર્યરત છે જેમાં પૂજ્ય બાપુ દ્વારા છેલ્લા એક દાયકાથી વધુ વિશ્વ શાંતિ કલ્યાણ હેતુથી યજ્ઞ અનુષ્ઠાન સમયાંતરે ચાલી રહ્યો છે જેમાં સંસ્કૃત શક્તિ ગુરુકુલના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પ્રાયોગિક શિક્ષણ હેતુ વૈદિક પરંપરા યજ્ઞ કાર્ય શીખી રહ્યા છે જે અનુસંધાને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા ગાંધીનગરથી નિરીક્ષકશ્રી વસંતભાઈ તેરૈયા સંસ્થાની મુલાકાત લીધેલ હતી શાળાની ગતિવિધિ તેમજ દૈનિક દિનચર્યા પ્રણાલિકાથી પ્રભાવિત થયા હતા. તેમજ તેઓએ વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ વ્યવસ્થાપકઓ સાથે સંકલન બેઠક કરી વિશેષ સલાહ સૂચન માર્ગદર્શન આપ્યું હતું વસંતભાઈ તેરૈયાએ દિનચર્યાના અંતે સંસ્થાની યજ્ઞ કુટીરમાં કાર્યરત વિશ્વ કલ્યાણ શાંતિ યજ્ઞ અનુષ્ઠાનમાં પૂજન અર્ચન આહૂતિ સાથે આરતીના લાભમાં પૂજ્ય બાપુ સાથે જોડાયા હતા.શાળાના પ્રધાનાચાર્ય કિશનભાઇ શાસ્ત્રીજીએ પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ હતું.
આ તકે સંસ્થાના અધ્યક્ષ અર્જુનસિંહ રાઠોડ, વ્યવસ્થાપક રતિભાઈ જેઠવા તેમજ અન્ય વિભાગના હોદેદારો ,કર્મચારી,વડીલો ઉપસ્થિત રહ્યા હતા. એ અંગે શાળાના ડાયરેક્ટર દિપકભાઈ પરમારે અખબાર યાદીમાં જણાવેલ છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
